R R Gujarat

મોરબીના બૌદ્ધનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબીના બૌદ્ધનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા


સામાકાંઠે બૌદ્ધનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૨,૩૦૦ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે બૌદ્ધનગર ફિલ્ટર હાઉસ પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા રમેશ બીજલ મકવાણા, રમેશ કરશન ચૌહાણ, અફજલ ઉર્ફે જલો અકબર સમા, કુવરજી ઉર્ફે મુન્નો હીરાભાઈ વઘોરા અને જયેશ સંદીદાન ઈશરાણી એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૩૦૦ જપ્ત કરી છે