R R Gujarat

મોરબીના હરીપર નજીક લૂંટનો બનાવ, રોકડ-સોનાનો ચેન અને બાઈક લઈને લૂટારૂઓ ફરાર

મોરબીના હરીપર નજીક લૂંટનો બનાવ, રોકડ-સોનાનો ચેન અને બાઈક લઈને લૂટારૂઓ ફરાર

હરીપર કેરાળા ગામની સીમમાં બે બાઈકમાં આવેલ છ અજાણ્યા ઇસમોએ બેઝ બોલના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી રૂપિયા ૩૦ હજારની લૂંટ ચલાવી બનાવની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ અન્ય યુવાન પાસેથી રૂ ૨૦ હજાર અને સોનાના ચેન અને બાઈકની લૂંટ ચલાવી લૂટારૂઓ ફરાર થયા હતા
મૂળ હળવદના દેવળિયા ગામે રહેતા હાલ હરીપર કેરાળા ગામની સીમમાં વેલેન્જા કારખાનામાં રહેતા પ્રકાશ ઉરે પકો રામુભાઈ મન્દુરીયાએ અજાણ્યા છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૮ ના રોજ ફરિયાદી હરીપર ગામની સીમમાં ચા લેવા ગયા હતા ત્યારે બે બાઈકમાં આવેલ અજાણ્યા છ ઇસમોએ ચાની દુકાને ગાળો બોલી ધોકા વડે માર મારી રૂપિયા ૩૦ હજારની લૂંટ ચલાવી અને બનાવની કોઈને જાણ કરીશ તો પતાવી નાખીશ તેવી ધમકી આપી હતી અને વિશ્વરાજસિંહ જાડેજાને માર મારી તેની પાસેથી રૂપિયા ૨૦ હજાર, સોનાની ચેન અને મોટરસાયકલની લૂંટ કરી લૂટારૂઓ ફરાર થયા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે