મહેન્દ્રનગર ચોકડી પાસે 49 વર્ષના આધેડની દુકાનમાં કામ કરતાં ઇસમે લીધેલા હાથ ઉછીના રૂપીયા માંગતા ચાર ઇસમોએ આધેડને માર મારી પાઇપ વડે અને ધોકા વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

મોરબીના બોની પાર્ક ધરતી ટાવરમાં રહેતા વિજયભાઇ કેશવજીભાઈ સરડવાએ આરોપીઓ રફીક નૂરમમાંડ સિપાઈ, મકબૂલ, સાહિલ અને અજાણ્યો ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી રફીક સિપાઈ ફરિયાદી વિજયભાઈની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ દુકાનમાં કામ કરતો હોવાથી હાથ ઉછીના પૈસા લીધા હતા જે આરોપી પાસે માંગતા તે બાબતનો ખાર રાખી આરોપીઓએ ગાળો આપી ગાળો આપી પાઇપ અને ધોકા વડે માર મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બી ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


