R R Gujarat

મોરબીના લાલપર નજીક કંપનીમાં મશીનમાં માથું આવી જતાં મહિલાનું મોત

મોરબીના લાલપર નજીક કંપનીમાં મશીનમાં માથું આવી જતાં મહિલાનું મોત

 

લાલપર નજીક કંપનીમાં સફાઇ કામ કરતી વખતે મશીનમાં માથું આવી જતાં 40 વર્ષીય મહિલાને ઇજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

મોરબીના લાલપર ગામની સીમમાં જાંબુડિયા પાવર હાઉસ પાછળ ઇપોજ કંપનીમાં કામ કરતાં અંજલિદેવી મહેશ સ્વામી (ઉ. વ.40) નામની મહિલા કંપનીમાં બપોરે સફાઇ કરતાં હતા ત્યારે કોઈ કારણોસર પ્રેસ મશીનમાં માથું આવી જતાં મોત થયું હતું મહિલાના પતિ મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ લાવ્યા હતા મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે