R R Gujarat

મોરબી સાંજ સમાચાર સાંધ્ય દૈનિકના પત્રકાર જીગ્નેશ ભટ્ટ વિરુદ્ધ થયેલ બદનક્ષીના દાવામાં  જીગ્નેશ ભટ્ટ સહીત અન્યને  દંડ ફટકારવાનો હુકમ કરતી નામદાર સિવીલ કોર્ટ.

મોરબી સાંજ સમાચાર સાંધ્ય દૈનિકના પત્રકાર જીગ્નેશ ભટ્ટ વિરુદ્ધ થયેલ બદનક્ષીના દાવામાં  જીગ્નેશ ભટ્ટ સહીત અન્યને  દંડ ફટકારવાનો હુકમ કરતી નામદાર સિવીલ કોર્ટ.

મોરબી બ્રેકિંગ…

મોરબીના સાંધ્ય દૈનિકના પત્રકાર ,ફિલ્મ નિર્માતા અને સાંધ્ય દૈનિકના પ્રકાશક તંત્રી વિરુદ્ધ બદનક્ષી નો દાવો સાબિત કરી કોર્ટે ચુકાદો આપ્યો…

વર્ષ ૨૦૧૩ માં મહેર કરો મામા દેવ ફિલ્મ બનાવી મોરબીના સાંજ સમાચાર દૈનિક માં સમાચાર લઈ ખોટો ઇતિહાસ બતાવી કર્યું હતું નુકશાન …

તારીખ ૦૯/૧૨/૨૦૧૩ માં માળિયા મી ના મોટી બરાર ગામના વતની ભુરાભાઈ મુન્શી દ્વારા મોરબીના સાંધ્ય સમાંચાર ના પત્રકાર જીગ્નેશ ભટ્ટ,ફિલ્મ નિર્માતા અને સાંધ્ય દૈનિક ના તંત્રી વિરુદ્ધ કર્યો હતો દસ લાખના વળતરનો બદનક્ષીનો દાવો…

સાંજ સમાંચાર સાંધ્ય દૈનિક ના પત્રકાર જીગ્નેશ અનિલભાઈ ભટ્ટ દ્વારા ખોટા નિવેદનો અને વિધાનો છાપવામાં આવતા અરજદાર ને અન્ય સમાજના લોકો શંકાની નજરે જોવા માંડ્યા હતા…

12 દસ્તાવેજી પુરાવાઓ,01 મૌખિક અને 08 લેખિત પુરાવાઓ ધ્યાને લઈ મોરબી સિવિલ કોર્ટે બદનક્ષી સાબિત કરી અરજદાર ને વળતર આપવા હુકમ કરી દાખલો બેસાડ્યો…

અરજદાર ને ૧૧૦૦૦/ વળતર અને વર્ષ 2013 થી આજદિન સુધી ૯ ટકા વ્યાજ તેમજ તમામ ખેંચ આપવા આરોપીઓને કર્યો આદેશ…

જો કે અરજદાર દ્વારા કોર્ટના વળતરથી અસંતુષ્ટ હોય ઉપરની કોર્ટ માં અપીલ કરવા અરજી કરવા તજવીજ હાથ ધરાઇ…