સત્તાપર ગામે ૧૦ થી વધુ ઇસમોએ ખેતરમાં અપપ્રવેશ કરી ખેડૂત પરિવાર સાથે બોલાચાલી કરી ખેતરમાંથી બહાર કાઢી ખેતીની જમીનમાં આશરે ૧૨ વીઘાના કપાસના ઉભા પાકને કાઢી નાખી આશરે રૂ ૪ લાખ જેટલું નુકશાન કરી મારી નાખવાની ધમકી આપી હતી
વાંકાનેર તાલુકાના અદેપર ગામના રહેવાસી કિશનભાઈ માધાભાઈ રંગપરાએ આરોપીઓ હીરાભાઈ રતાભાઈ, રસિકભાઈ નાગજીભાઈ, અજય વાલાભાઈ, સનાભાઇ લવાભાઇ, કરશનભાઈ લખમણભાઈ, મનાભાઇ પુજાભાઈ, કનાભાઈ સોમાભાઈ, માલાભાઈ લખમણભાઈ, રાજુભાઈ ખીમાભાઈ અને સંજયભાઈ વાલાભાઈ રહે બધા સતાપર તેમજ બીજા અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની સતાપર ગામ પાસે આવેલ વાડીએ આરોપીઓએ મંડળી રચી ગેરકાયદે પ્રવેશ કરી પથ્થર મારો કરી ખેતરના પ્રવેશવાનો દરવાજો તોડી નાખ્યો હતો
આરોપીઓએ ફરિયાદી અને ખેતરમાં કામ કરતા ઘરના સભ્યો સાથે બોલાચાલી કરી ગાળો આપી ખેતરમાંથી બહાર કાઢી મુક્યા હતા અને ખેતીની જમીનમાં અલગ અલગ સમયે વાવેલ આશરે ૧૨ વીઘા કપાસના ઉભા પાકને કાઢી નાખી આશરે રૂ ૪ લાખ જેટલું નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
