વાંકાનેર તાલુકાના અદેપરથી સતાપર જતાં રોડ પર આરોપીની સાળીને અગાઉ પ્રેમસંબંધ હોય જેનો ખાર રાખી યુવાન અને તેના ભાઈ બાઇક લઈને જતાં હતા ત્યારે આરોપી કારમાં આવી લાકડી વડે માર મારી ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી
કિશન છગન વાઘેલાએ આરોપી મુકેશ ભૂસડીયા રહે મેસરિયા અને ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ દશરથને આરોપી મુકેશની સાળી સાથે અગાઉ પ્રેમસંબંધ હોય જેનો ખાર રાખી ફરિયાદી કિશન અને તેનો ભાઈ અને અન્ય મિત્રો અદેપરથી સતાપર જતાં રોડ પરથી બાઇક લઈને જતાં હોય ટ્રીયરે આરોપીઓ સ્વિફ્ટ કારમાં આવી ગાળો બોલી ફરિયાદીને લાકડી વડે મારી તેમજ ભાઈ દશરથને લાકડી વડે માર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે