R R Gujarat

વાંકાનેર બાઉન્ડ્રીના પુલ પરથી નીચે પડતાં મહિલાનું મોત

વાંકાનેર બાઉન્ડ્રીના પુલ પરથી નીચે પડતાં મહિલાનું મોત

 

વાંકાનેર બાઉન્ડ્રીના પુલ પરથી નીચે પડી જતાં 55 વર્ષની મહિલાને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું

મધ્યપ્રદેશના વતની સાવિત્રીબેન ગમરીયાભાઈ નિગવાલ (ઉ. વ.55) નામના મહિલા ગત તા. 27 ના રોજ વાંકાનેર બાઉન્ડ્રીના પુલ પરથી નીચે પડતાં ગંભીર હાલતમાં કુવાડવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડાયા હતા અને સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે