વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પૈસાની લેતીદેતી મામલે યુવાન સહુતના સાથે ઝઘડો કરી પાસપોર્ટ અને ડેબીટ કાર્ડ, રોકડ રકમ પડાવી લઈને કારમાં અપહરણ કરી લઇ જઈને યુવાનના માતા અને ભાઈને વોટ્સએપ કોલ કરી સત્તર લાખ રૂપિયાની ખંડણી માંગી કાર જામીનગીરી તરીકે મુકાવી દીધાની ફરિયાદ નોંધાવી છે
મૂળ રાજકોટ હાલ યુએઈ રહેતા નમન દિલીપભાઈ લુણાગરીયા (ઉ.વ.૨૧) નામના યુવાને આરોપીઓ દિવ્યરાજ સંજયભાઈ સોલંકી, દિવ્યરાજના પિતાજી સંજયભાઈ સોલંકી રહે બંને રાજકોટ, રણજીત ડાંગર રહે ઠીકરીયાળા અને બીજા પાંચ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ફરિયાદીએ યુએસડીટીના રૂપિયા ૧૫,૮૬,૦૦૦ મિત્ર દેવ સંદીપભાઈ સિંધવને રોકડા સોની બજાર ખાતે આવેલ આર કે આંગળીયા પેઢીમાં આંગડીયું કરાવી પરત આપી દીધા હતા જે રૂપિયા તે લઇ ગયો હતો દેવને આરોપી દિવ્યરાજ સોલંકીને રૂપિયા આપવાના હતા પરંતુ તેને આપ્યા ના હતા જે બાબતનો ખાર રાખી ગત તા. ૦૯ ના રોજ દિવ્યરાજ, તેના પિતા સંજયભાઈ, રણજીત ડાંગર અને બીજા પાંચેક અજાણ્યા ઈસમોએ વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકે આવી ફરિયાદીની થાર ગાડીને અવરોધ કરી રોકી હતી ફરિયાદી તેમજ તેની સાથે રહેલા પાર્થિવ ઝાપડા, હર્ષ પટેલને ગાળો આપી લાકડી વડે માર માર્યો હતો
બધાના પાકીટ તેમજ ફરિયાદી નમનનો ભારતીય પાસપોર્ટ તેમજ યુએઈ દેશનું આઈડી કાર્ડ, દુબઈ એનબીડી બેંકનું ડેબીટ કાર્ડ, વીસ હજાર રોકડા અને થાર કાર બળજબરીથી કઢાવી લીધી હતી તેમજ ફરિયાદી અને તેની સાથે રહેલા મિત્રોને ગેરકાયદેસર અટકાયત કરી આઈ ૨૦ કારમાં અપહરણ કરી લઇ ગયા હતા અને ફરિયાદીના ભાઈ જય અને માતા આરતીબેનના મોબાઈલ નંબર પર વોટ્સએપ કોલ કરાવી સત્તર લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી પૈસા નહિ આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી આઈ ૨૦ કાર જીજે ૦૩ કેએચ ૮૦૩૦ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ કીમતી જામીનગીરી તરીકે મુકાવી દીધા બાદ ફરિયાદી અને અન્યના મોબાઈલ તેમજ થાર કાર પરત આપી હતી પરંતુ પાકીટ પરત નહિ આપી અપહરણ અને અટકાયતમાંથી મુક્ત કર્યા હતા વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
