R R Gujarat

વાંકાનેરના વઘાસિયા ટોલનાકે બેરીકેટ સાથે અથડાવી યુવતીને ઇજા કરી ઇકો ચાલક ફરાર

વાંકાનેરના વઘાસિયા ટોલનાકે બેરીકેટ સાથે અથડાવી યુવતીને ઇજા કરી ઇકો ચાલક ફરાર

 

વઘાસિયા ટોલનાકે ઇકો કારના ચાલકે ટોલનાકાના બૂમ બેરીકેટ સાથે અથડાવી યુવતીને ઇજા પહોંચાડી ઇકો ચાલક નાસી ગયો હતો વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

મોરબીના મકન્સર પ્રેમજીનગર ગામે રહેતા બંસીબેન પરમારે ઇકો જીજે 03 એલજી 5247 ના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી બંસીબેન વઘાસિયા ટોલનાકા ખાતે ટોલ કલેક્ટ કરવાનું કામ કરતાં હતા ગત તા. 05 ના રોજ તેઓ પોતાની ફરજ પર હતા અને ઇકો કારણો ચાલક પુરજડપે ચલાવી ટોલનાકાના બૂમ બેરીકેટ સાથે અથડાવી બંસીબેનને માથામાં ઇજા કરી ઇકો ચાલક નાસી ગયો હતો વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે