R R Gujarat

વાંકાનેરના નવાપરામાં નજર ચૂકવી ૧.૯૪ લાખ ભરેલો થેલો લઈને ગઠીયો ફરાર

વાંકાનેરના નવાપરામાં નજર ચૂકવી ૧.૯૪ લાખ ભરેલો થેલો લઈને ગઠીયો ફરાર


વાંકાનેરના નવાપરામાં પંચાસર રોડ પર આવેલ ડેરી ફાર્મમાં વેપારીની નજર ચૂકવી ગઠીયો ૧.૯૪ લાખની રોકડ ભરેલો થેલો લઈને ફરાર થયો હતો વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા લીંબાભાઈ કરશનભાઈ સરૈયા (ઉ.વ.૪૫) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫ ના રોજ સવારના નવ વાગ્યાથી સવા દસ વાગ્યાના અરસામાં ફરિયાદીની વાંકાનેર નવાપરા પંચાસર રોડ પર આવેલ જય ગોપાલ ડેરી ફાર્મમાં રોકડ રૂ ૧,૯૪,૦૦૦ અને ડેરીના નામ વાળી બીલ બુલ તેમજ બેંક ઓફ બરોડાની ચેક બૂક ભરેલ થેલો અજાણ્યો ચોર ઇસમ નજર ચૂકવી ચોરી કરી ગયો છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે