R R Gujarat

વાંકાનેર વીડી ભોજપરા ગામે ગાયના મૃત્યુ વાળી જગ્યાએ જોવા જતા આધેડને ધમકી

વાંકાનેર વીડી ભોજપરા ગામે ગાયના મૃત્યુ વાળી જગ્યાએ જોવા જતા આધેડને ધમકી


વીડી ભોજપરા ગામે વાડીના શેઢે મુકેલ ઝાટકામાં તારમાં શોર્ટ લાગતા ગાયનું મોત થયું હતું જે જગ્યાએ જોવા જતા ૫૦ વર્ષીય આધેડને અજાણ્યા મોટરસાયકલ ચાલકે જાનથી મારી નાખી જીવતો દાટી દેવાની ધમકી આપી હતી
વાંકાનેર ગાયત્રી મંદિર પાસે રહેતા જગાભાઇ ધારાભાઇ કાટોળીયા (ઉ.વ.૫૦) વાળાએ અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભત્રીજા કાળુભાઈ દાનાભાઈ ગમારાની ગાયને વીડી ભોજ્પારા ગામની સીમમાં એકલ્ધાર સીમમાં વાડીના શેઢે મુકેલ ઝાટકાના તારમાં શોર્ટ લાગતા મોત થયું હતું જે જગ્યાએ જોવા ગયા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ફરિયાદીને અહી આવવું નહિ નહિ તો જીવતો પાછો નહિ જા કહીને જીવતો દાટી દેવાની ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે