R R Gujarat

વાંકાનેર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દેવશી દારૂનો જથ્થો ઝડપી લીધો, ૫.૧૫ લાખનો મુદામાલ જપ્ત

વાંકાનેર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દેવશી દારૂનો જથ્થો ઝડપી લીધો, ૫.૧૫ લાખનો મુદામાલ જપ્ત


કાર અને દેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લીધા
વાંકાનેર તાલુકા પોલીસ ટીમે કારમાં દેશી દારૂ લઇ જવાતો હોવાની બાતમીને આધરે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો અને કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લઈને ૫.૧૫ લાખના મુદામાલ સાથે બે ઇસમોને દબોચી લીધા છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ક્રેટા કાર નંબર ૭૦૭૫ વાળીમાં દેશી દારૂ ભરીને ચોટીલા તરફથી આવતા હોવાની બાતમી મળતા ટીમે વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી અને વણાંકમાં પહોંચતા કારણે ઉભી રખાવી ચેક કરવા જતા કારચાલકે અચાનક કાર ફૂલ સ્પીડમાં ચલાવી નીકળી ગયો હતો જેથી કારનો ખાનગી વાહનો વડે પીછો કરી વાંકાનેર સીટી જકાતનાકા પાસે આંતરી લેવામાં સફળતા મળી હતી
કારની તલાશી લેતા દેશીદારૂ ૫૨૫ લીટર કીમત રૂ ૧,૦૫,૦૦૦ નો જથ્થો મળી આવતા દારૂ, કાર કીમત રૂ ૪ લાખ અને મોબાઈલ નંગ ૦૨ કીમત રૂ ૧૦ હજાર મળીને કુલ રૂ ૫,૧૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો આરોપી અલ્પેશ રમેશ જીંજરિયા અને રાજુ જયતિલાલ કગથરા એમ બે ઇસમોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે