પેડક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા મહિલાઓ સહીત સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રૂ ૬૨૯૦ રોકડ રકમ જપ્ત કરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પેડક સોસાયટીમાં જસદણ સિરામિક પાસે જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા સંદીપકુમાર રાકેશકુમાર બેઈન, બીપીન રમેશભાઈ શંખેશરીયા, મનોજ રાધેલાલ પટેલ, મીરાબેન જેન્તીભાઈ વોરા, નીરૂબેન વજુભાઈ ગુગડીયા, રાધાબેન છગનભાઈ વોરા અને નયનાબેન મેહુલભાઈ ગુગડીયા એમ સાતને ઝડપી લઈને રૂ ૬૨૯૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
