માળીયા (મી.) સરકારી હોસ્પિટલ પાસે જાહેરમાં વરલી જુગાર રમતા ઇસમને દબોચી લઈને પોલીસે રોકડ રૂ 10,400 જપ્ત કરી છે
માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળીયાની સરકારી હોસ્પિટલ પાસે રેડ કરી હતી આરોપી આમીન ઉર્ફે હાજી જાનમામદ જેડાને વરલી આંકડા લખી પૈસાની લેતીદેતી કરી નસીબ આધારિત વરલી જુગાર રમત જડપી લઈને રોકડ રૂ 10,400 અને મોબાઈલ કિમત રૂ 2000 સહિત કુલ રૂ 12,400 નો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે