વિસીપરા વિસ્તારમાં જાહેરમાં બેસી રસ્તે આવતા જતા લોકો પાસે વરલી ફીચર આંકડા લખી પૈસાની લેતીદેતી કરી જુગાર રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ અને મોબાઈલ સહીત ૯૫૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે વિસીપરામાં રેડ કરી હતી વિસીપરા વિસ્તારમાં રોહીદાસપરાના ખૂણેથી આરોપી હરેશ પુરણ થાવરાણીને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લીધો હતો આરોપી પાસેથી મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ અને રોકડ રૂ ૪૫૫૦ મળીને કુલ રૂ ૯૫૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
