પંચાસર રોડ પર વરલી ફીચર આંકડા લખી જાહેરમાં જુગાર રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર રોડ પર ખ્વાજા પેલેસ સામેથી આરોપી ઇકબાલ ઉર્ફે મુન્શી જમાલ રાઉમા (ઉ.વ.૪૦) રહે પંચાસર રોડ મફતિયાપરા વાળાને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લીધો હતો આરોપી પાસેથી રોકડ રૂ ૬૦૦ અને જુગાર સાહિત્ય કબજે લઈને તપાસ ચલાવી છે


