R R Gujarat

ટંકારા નજીક કારને ટક્કર મારી 90 લાખની લૂંટ/ધાડ કરી અજાણ્યા ઇસમો ફરાર

ટંકારા નજીક કારને ટક્કર મારી 90 લાખની લૂંટ/ધાડ કરી અજાણ્યા ઇસમો ફરાર

 

રાજકોટથી કારમાં લાખોની રોકડ લઈને નીકળેલા વેપારીની કારને ખજૂરા હોટેલ પાસે આંતરી લઈને પાંચથી સાત ઇસમોએ 90 લાખની રોકડ રકમની લૂંટ ચલાવી હતી કારમાં આવેલ ઇસમોએ વેપારીની કાર રોકાવવા ટક્કર મારી હતી અને ખજૂરા હોટેલ પાસે કાર ઊભી રખાવી 90 લાખની લૂંટ ધાડ કરી નાસી ગયા હતા

ગોંડલના અનીડા ભાલોડી ગામના રહેવાસી નીલેશભાઈ મનસુખભાઇ ભાલોડીએ અજાણ્યા પાંચથી સાત ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાના ડ્રાઈવર સાથે પોતાની કાર જીજે 03 એનકે 3502 વાળી લઈને આંગડિયા પેઢીના રૂ 90 લાખ રોકડ રાજકોટથી મોરબી જતાં હતા ત્યારે અજાણ્યા પાંચથી સાત ઇસમોએ નંબર વગરની વાઇટ કલરની પોલો અને બલેનો કારમાં આવી ફરિયાદીની કારનો પીછો કરી કાર રોકાવી આંતરી લઈને લાકડાના ધોકા, છરી અને પાઇપ વડે કારના કાચ તોડી હુમલો કરી નુકશાન કર્યું હતું

તેમજ કારનો પીછો કરી ખજુરા હોટેલ પાસે પહોંચતા કારને ઠોકર મારી રોકી ફરિયાદી પાસે રહેલ 90 લાખની રોકડ રકમની લૂંટ ધાડ કરી નાસી ગયા હતા ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે