મોરબીના શક્તિ પ્લોટ શેરી નં ૮ પાસે ઇકો કારના ચાલકે ડબલ સવારી બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાન સહીત બેને ઈજા પહોંચી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે લાભલક્ષ્મી એપાર્ટમેંન્ટના રહેવાસી અલ્પેશ હર્ષદભાઈ દોશી (ઉ.વ.૩૭) નામના યુવાને ઇક્કો જીજે ૦૩ બી ૭૧૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬ ના રોજ ફરિયાદી પોતાનું બાઈક જીજે ૦૩ ઈએમ ૭૩૮ લઈને જતા હતા ત્યારે શક્તિ પ્લોટ શેરી નં ૮ પાસે ઇકો કારના ચાલકે બાઈક સાથે ઇક્કોની ટક્કર કરી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ફરિયાદી અલ્પેશભાઈ અને પાછળ બેસેલ દીપેશભાઈને ઈજા પહોંચી હતી
