R R Gujarat

હળવદમાં રીક્ષામાં દારૂનો જથ્થો લઇ જતા બે ઝડપાયા, ૧.૫૧ લાખનો મુદામાલ જપ્ત

હળવદમાં રીક્ષામાં દારૂનો જથ્થો લઇ જતા બે ઝડપાયા, ૧.૫૧ લાખનો મુદામાલ જપ્ત


હળવદની સરા ચોકડી પાસેથી પોલીસે રીક્ષામાં ઈંગ્લીશ દારૂની ૬૦ બોટલની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને કુલ રૂ ૧.૫૧ લાખનો મુદામાલ કબજે લીધો છે


હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સરા ચોકડી પાસેથી રીક્ષા જીજે ૨૪ વાય ૦૧૪૭ ને રોકી તલાશી લેતા રીક્ષામાંથી દારૂની ૬૦ બોટલ કીમત રૂ ૫૧,૬૦૦ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને રીક્ષા કીમત રૂ ૧ લાખ મળીને કુલ રૂ ૧,૫૧,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી અજીતકુમાર કાળુભાઈ ઓણેસા અને અરમાન ઇકબાલ જુણેઝા એમ બેને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે