ઉંચી માંડલ ગામના સ્મશાન પાસે તળાવની પાળ પાસે રેડ કરી વાડીની ઓરડીમાંથી દારૂ અને બીયરના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રૂ ૮૯,૭૦૦ નો મુદમાલ કબજે લીધો છે અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે
મોરબી એલસીબી ટીમે ઉંચી માંડલ ગામના સ્મશાન પાસે વાડીની ઓરડીમાં રેડ કરી હતી વાડીની ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી કુલ બોટલ નંગ ૨૨૧ કીમત રૂ ૭૭,૧૦૦ અને બીયરના ૭૦ ટીન કીમત રૂ ૧૨,૬૦૦ સહીત કુલ રૂ ૮૯,૭૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી જોરૂભાઈ અજાભાઇ ભાટિયા અને જગદીશ ઉમેદસિંહ ચૌહાણ એમ બેને ઝડપી લીધા છે આરોપી જયેશ બાવાજી રહે ઘૂટું વાળાનું નામ ખુલતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
