અગાઉ પોલીસે ત્રણ આરોપીને ઝડપી લઈને ફોર્ચ્યુનર કાર, મોબાઈલ કર્યા હતા જપ્ત
મોરબીના પીપળી રોડ પર રૂપિયાની ઉઘરાણી મામલે યુવાનનું અપહરણ કરી વાડીએ લઇ જઈને માર મારવામાં આવ્યો હતો જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી અગાઉ ત્રણ આરોપીને ઝડપી લઈને ફોર્ચ્યુનર કાર અને ચાર મોબાઈલ સહીત ૧૦.૪૦ લાખનો મુદામાલ ઝડપી લીધો હતો જે ગુનામાં વધુ બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે
મોરબીના રવિનગર, મયુરનગર સોસાયટી પાછળ રહેતા અમરતસિંઘ ભૂરો ઉર્ફે ભૂરજી સોઢા (ઉ.વ.૨૫) વાળાએ આરોપીઓ પીયુષ પટેલ, નવઘણ, ભગીરથ અને બીજા અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી પીયુષ પટેલને ફરિયાદીના ભાઈ નરસિંઘ પાસેથી ચારથી પાંચ કરોડ રૂપિયા લેવાના હોવાથી આરોપી પીયુષ પાટલે સહિતના આરોપીઓએ મંડળી રચી પીપળી રોડ પર મોબાઈલ દુકાને આવી ફરિયાદીને માર માર્યો હતો અને કારમાં બેસાડી અપહરણ કરી ભરતનગરથી થોડે દુર વાડીએ લઇ જઈને લાકડી અને ઢીકા પાટું માર માર્યો હતો
પોલીસે ગુનો નોંધી આરોપી નવઘણભાઈ ઉર્ફે ખુટીયો વેલજીભાઈ સોઢા રહે જેતપર ગામ તા.જી મોરબી મૂળ ગામ માળીયા મીયાણા જી. મોરબી, પિયુષભાઈ હસમુખભાઈ લોરીયા રહે આમજા ગામ તા.જી.ગાંધીનગર હાલ રહે. લૂંટાવદર ગામ તાજી મોરબી અને ભગીરથભાઈ રતિલાલભાઈ થોરિયા રહે બગથળા ગામ તા જી મોરબી વાળાને ઝડપી લીધા હતા તાલુકા પોલીસે અપહરણના ગુના મામલે વધુ તપાસ ચલાવતા આરોપી હાર્દિકભાઈ શામજીભાઈ થોરીયા રહે બગથળા ખડી અને હસમુખભાઈ બહાદુરભાઇ પાટડીયા રહે મોરબી મહેન્દ્રનગર સામે ગાયત્રી સોસાયટી વાળાને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે


