R R Gujarat

હળવદના સુંદરગઢ ગામે થાર સહીત બે કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ ઝડપાયો

હળવદના સુંદરગઢ ગામે થાર સહીત બે કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ ઝડપાયો

બે કાર અને દારૂ શીત ૧૫ લાખનો મુદામાલ કબજે, બે ઈસમોની શોધખોળ

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે મહિન્દ્રા થાર અને બોલેરો પીકઅપ ગાડીમાંથી ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસે દારૂ અને બે કાર મળીને કુલ રૂ ૧૫ લાખનો મુદામાલ કબજે લીધો છે બે આરોપીના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સુંદરગઢ ગામે બાતમીને આધારે રેડ કરી હતી સુંદરગઢ ગામે જાહેરમાં બોલેરો પીકઅપ જીજે ૩૬ વી ૩૦૧૦ કીમત રૂ ૪ લાખ અને મહિન્દ્રા થાર જીજે ૩૬ એજે ૮૨૮૨ કીમત રૂ ૧૦ લાખ વાળીમાંથી દેશી દારૂ ૫૦૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૧ લાખ મળી આવ્યો હતો જેથી પોલીસે બંને કાર અને દારૂ મળીને કુલ રૂ ૧૫ લાખનો મુદામાલ કબજે લીધો છે આરોપી અશ્વિન ઉર્ફે ભોપો ચંદુભાઈ ખાંભડીયા રહે સુંદરગઢ અને અશ્વિન સાથેનો અજાણ્યો માણસ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે