R R Gujarat

હળવદના ઢવાણા નજીકથી ખેડૂતના ૧.૨૨ લાખ ઝુંટવી નાસી ગયેલા બે ઈસમો રોકડ-કાર સાથે ઝડપાયા  

હળવદના ઢવાણા નજીકથી ખેડૂતના ૧.૨૨ લાખ ઝુંટવી નાસી ગયેલા બે ઈસમો રોકડ-કાર સાથે ઝડપાયા  

હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટિયા પાસે સાધુના વેશમાં આવેલ ઇસમોએ ખેડૂતને ઉપજના વેચાણના રૂપિયા ૧.૨૨ લાખ ઝૂંટવી બંને ઈસમો સ્વીફ્ટ કારમાં નાસી ગયા હતા જે બનાવ અંગે પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ એલસીબી ટીમે બે આરોપીને ઝડપી લઈને લૂંટમાં ગયેલ રોકડ રકમ અને કાર સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે 

ગત તા. ૦૩ ના રોજ ફરિયાદી ખેતીની ઉપજના રૂપિયા લઈને મોટરસાયકલથી હળવદથી જીવા ગામ જતા હતા ત્યારે ઢવાણા ગામના પાટિયા પાસે કારમાં આવેલ એક ઇસમેં શિવ મંદિરનું પૂછી સાધુના દર્શન કરવાનું કહેતા ખેડૂત દર્શન કરતા હતા ત્યારે પાકીટમાં રહેલ રોકડ અને તલ વેચાણના મળીને કુલ રૂ ૧,૨૨,૦૦૦ ઝૂંટવી નાસી ગયા હતા હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી એલસીબી ટીમને બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલ બંને ઈસમો વાંકાનેર ભોજપરા વિસ્તારના વાદી હોવાનું ખુલ્યું હતું જેની પાસે ગ્રે કલરની સ્વીફ્ટ કાર છે 

  જે બંને ઈસમો કાર અને રોકડ રૂપિયા સાથે રાતાભેરથી માથક જવાના રસ્તે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પરથી સ્વીફ્ટ કાર જીજે ૩૬ એજે ૬૯૫૭ ને ઝડપી લઈને આરોપી બહાદુરનાથ સુરમનાથ પરમાર/વાદી (ઉ.વ.૩૦) અને ધારૂનાથ જવેરીનાથ સોલંકી/વાદી (ઉ.વ.૩૫) રહે બંને વાંકાનેર ભોજપરા વાદીપરા વાલાને ઝડપી લીધા હતા આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા ૧,૨૦,૦૦૦ અને સ્વીફ્ટ કાર કીમત રૂ ૪ લાખ મળીને કુલ રૂ ૫,૨૦,૦૦૦ નો મુદામાલ કબજે લીધો છે