રાતાભેર ગામ જવાના રસ્તા પાસે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી બે ઇસમોએ યુવાનને માર મારી ધોકા વડે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
હળવદના માથક ગામે રહેતા રવિભાઈ રણછોડભાઈ સડાણીયાએ આરોપીઓ નિખિલ રાજૂ ગોહિલ અને વિશાલ રાજપૂત રહે બંને માથક વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને આરોપી નિખિલ સાથે અગાઉ માથાકૂટ થઈ હતી જેનો ખાર રાખી રવિભાઈ બાઇક લઈને રાતાભેર ગામ પાસે જતાં હતા ત્યારે ગાડીમાં આવી ઊભો રખાવી ગાળો આપી માર મારવા લાગ્યા હતા અને ધોકાથી પગમાં મારી ઇજા પહોંચાડી હતી બાઇકમાં નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે