સામાકાંઠે પરશુરામ પોટરી પાછળ અવાવરૂ જગ્યામાં જાડી જાખરામાં બેસી જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૬,૧૦૦ જપ્ત કરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે પરશુરામ પોટરી પાછળ અવાવરૂ જગ્યામાં રેડ કરી હતી જાડી જાખરામાં બેસી જાહેરમાં જુગાર રમતા જયદીપ બેચરભાઈ ચાઉં અને કરણ ઉર્ફે ગટીયો ખંગારભાઈ મકવાણા રહે બંને સો ઓરડી વરિયા મંદિર પાસે મોરબી ૨ વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૬,૧૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે


