R R Gujarat

મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખી બે પરિવાર તલવાર-છરી લઈને સામસામે તૂટી પડ્યા 

મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખી બે પરિવાર તલવાર-છરી લઈને સામસામે તૂટી પડ્યા 

મોરબીના લાતી પ્લોટમાં જૂની અદાવતનો ખાર રાખી બે પરિવાર સામસામે આવી ગયા હતા તલવાર અને છરી જેવા હથિયાર લઈને સામસામે બઘડાટી બોલાવી દીધી હતી જેમાં મહિલાઓ સહીત બંને પક્ષે પાંચથી છ વ્યક્તિને ઈજા પહોંચી હતી તેમજ કાચની બોટલ અને પથ્થરના ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે  

મોરબીના લાતીપ્લોટ શેરી નં ૧૦, જોન્સનગરમાં રહેતા મુસ્તાક કાસમ સંધવાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ મહમદ કાસમ થઈમ, મહેબુબ કાસમ થઈમ, કાસમ ખમીશા થઈમ અને જલાબેન કાસમ થઈમ રહે બધા મોરબી વાળા તલવાર અને છરી જેવા હથિયાર લઈને ઝઘડો કરવા આવ્યા હતા પાંચેક માસ પૂર્વે આરોપી મહમદ થઈમએ ફરિયાદીની બહેનની છેડતી કરી હતી જે અંગે માથાકૂટ થઇ હતી અને ઘરમેળે સમાધાન થયું હતું જેનો ખાર રાખી આરોપીઓએ ઘર પાસે આવી ફરિયાદીના પિતા કાસમભાઈ સંધવાણીને મારી નાખવાના ઈરાદે માથામાં તલવારના ઘા મારી ગંભીર ઈજા કરી ડાબા હાથમાં તલવારથી ઈજા કરી તેમજ મહેબુબ કાસમે ભાઈ અસ્લમને છરીના ઘા મારી ઈજા કરી તેમજ અન્ય આરોપીઓએ મુસ્તાકને અને મુસ્તાકના મમ્મી ફાતમાબેનને શરીરે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી 

સામાપક્ષે ફરિયાદી મહમદ કાસમ થૈયમેં આરોપીઓ મુસ્તાક ઉર્ફે ડાડો કાસમ સંધવાણી, અસ્લમ કાસમ સંધવાણી અને કાસમ સંધવાણી રહે જોન્સનગર મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ચારેક વર્ષ પૂર્વે ફરિયાદી મહમદને આરોપી કાસમની દીકરી જેનમ સાથે પ્રેમસંબંધ હતો જેનો ખાર રાખી ગત રાત્રીના આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો અને ફરિયાદીનો ભાઈ મહેબુબ આવી જતા મારી નાખવાના ઈરાદે માથામાં છરીના ઘા મારી ગંભીર ઈજા કરી તેમજ હાથે અને ખભાના ભાગે ઈજા પહોંચાડી છૂટી કાચની બોટલો અને પથ્થરોના ઘા કરી ફરિયાદીના ભાઈને ડાબા ખભાના ભાગે ઈજા કરી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે