માર્કેટ ચોકમાં આવેલ ગોલાની દુકાન પાસે બે ભાઈઓએ 25 વર્ષના યુવાનને પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ યુવાને નોંધાવી છે
વાંકાનેરના દીવાનપરા શેરી નં 1 ના રહેવાસી કેવલ રાજેશભાઇ સુરેલાએ આરોપીઓ અમિત જયસુખ સેજપાલ અને વિશાલ જયસુખ સેજપાલ રહે બંને વાંકાનેર સરકારી હોસ્પિટલ સામે જડેશ્વર રોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે માર્કેટ ચોકમાં જલારામ ગોલાની દુકાન પાસે આરોપી અમિત અને વિશાલે ફરિયાદી કેવલને લોખંડ પાઇપ વડે માથામાં પાછળના ભાગે ઇજા કરી હતી અને ઢીકા પાટૂ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે