હળવદ તાલુકાના લીલાપર (ચંદ્ર્ગઢ) ગામે કેનાલ પાસેથી બે ભાઈ બાઈક લઈને જતા હતા ત્યારે ઇકો કારના ચાલકે બાઈકને ઠોકર મારી હતી અકસ્માતમાં બાઈક સવાર બંને ભાઈઓને ઈજા પહોંચી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામે રહેતા અનિલભાઈ વસંતભાઈ દેત્રોજા (ઉ.વ.૨૪) વાળાએ ઇકો કાર જીજે ૩૬ એજે ૩૦૭૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ઇકો કારના ચાલકે પુરઝડપે ચલાવી લીલાપર (ચંદ્ર્ગઢ) ગામે કેનાલ પાસે ફરિયાદીના બાઈક જીજે ૧૩ એ એલ ૧૯૩૪ સાથે જમણી સાઈડે ભટકાડી અકસ્માત કર્યો હતો જેમાં ફરિયાદી અનિલભાઈ દેત્રોજાને હાથે પગે ફ્રેકચર ગંભીર ઈજા અને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા કરી હતી અને ફરિયાદીના મોટા બાપુના દીકરા સંજયભાઈને દાઢીએ ટાંકાની ઈજા અને પગમાં સામાન્ય ઈજા પહોંચી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
