R R Gujarat

વાંકાનેરના રાતાવીરડા નજીક ડમ્પરની ઠોકરે બાઇક સવાર બે ભાઈઓને ઇજા

વાંકાનેરના રાતાવીરડા નજીક ડમ્પરની ઠોકરે બાઇક સવાર બે ભાઈઓને ઇજા

 

વાંકાનેરના રાતાવીરડા ગામે આવેલ સિરામિકમાં કામ કરતી બે ભાઈઓ બાઇક લઈને પરત આવતા હતા ત્યારે ડમ્પર ચાલકે બાઇકને ઠોકર મારતા બંને ભાઈઓને ઇજા પહોંચી હતી અકસ્માત બાદ ડમ્પર મૂકી ચાલક નાસી ગયો હતો

મૂળ સાયલા તાલુકાના વતની અને હાલ વાંકાનેરમાં ભાડે મકાન રાખી રહેતા નિલેશભાઈ પોપટભાઈ ભામાંણીએ ડમ્પર જીજે 03 બીટી 0489 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે કે ફરિયાદી નિલેશભાઈ અને તેના નાના ભાઈ લાખાભાઈ રાતાવીરડા નજીક ફેક્ટરીમાં કામ પૂરું કરીને બાઇક લઈને ઘરે જતાં હતા ત્યારે ગોળાઈ પાસે ડમ્પર ચાલકે બગાઈકને ઠોકર મારતા ફરિયાદી નિલેશભાઈને બંને પગ અને ખભામાં ફ્રેકચર જેવી ઇજા કરી હતી અને પાછળ બેસેલ લાખાભાઈને માથામાં, પેટ અને ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અકસ્માત બડા ડમ્પર મૂકી ડમ્પર ચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે