લતીપર હાઈવે પર સરાયા હીરાપર ગામ વચ્ચેના રોડ પર બે બોલેરો કાર સામસામે અથડાઈ હતી જે અકસ્માતમાં એક બોલેરો ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અકસ્માતના બનવાની નોંધ કરી ટંકારા પોલીસે વધુ તપાસ ચલાવી છે
હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે રહેતા વિનોદભાઈ ડાયાભાઇ ઓડિયાએ બોલેરો જીજે ૩૬ વી ૮૧૫૦ ના ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ ના રોજ ફરિયાદીના ભાઈ અનિરુધ્ધ (ઉ.વ.૪૦) વાળા પોતાની બોલેરો જીજે ૩૬ વી ૬૪૩૨ લઈને લતીપર હાઈવે સરાયા હીરાપર ગામ વચ્ચેના રોડ પરથી જતા હતા ત્યારે બોલેરો જીજે ૩૬ વી ૮૧૫૦ ના ચાલકે સામેથી આવી ફરિયાદીના ભાઈની બોલેરો સાથે અથડાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ફરિયાદીના ભાઈ અનિરુધ્ધને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર મોત થયું હતું ટંકારા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
