R R Gujarat

માળિયાના સોનગઢના પાટિયે ટ્રેઇલર પાછળ બે બાઈક અથડાયા, એકનું મોત-બેને ઈજા

માળિયાના સોનગઢના પાટિયે ટ્રેઇલર પાછળ બે બાઈક અથડાયા, એકનું મોત-બેને ઈજા


એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત, અન્ય બાઈક સવાર બેને ઈજા
સોનગઢ ગામના પાટિયાથી પીપળીયા ચાર રસ્તા તરફ જતા રોડ પર ટ્રક ટ્રેઇલર પાછળ બે બાઈક અથડાયા હતા જેમાં એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું તેમજ બીજા બાઈકમાં સવાર ચાલક સહિતના બેને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે
કચ્છના અંજારના રહેવાસી શંકરભાઈ હીરજીભાઈ મહેશ્વરી (ઉ.વ.૩૩) વાળાએ બાઈક જીજે ૩૬ એએન ૩૧૮૪ ના ચાલક અને બાઈક જીજે ૩૬ ઈ ૮૩૩૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાનો ટ્રક લઈને સોનગઢ ગામના પાટિયાથી પીપળીયા ચાર રસ્તા તરફ જતા હતા ત્યારે ટ્રક ટ્રેઇલર પાછળ બંને બાઈક અથડાયા હતા નીચે ઉતરી ટ્રેઇલર ચાલકે જોતા બંને બાઈકમાં સવાર ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી જેમાં એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું તો બીજા બાઈકના ચાલક અને પાછળ બેસેલ વ્યક્તિને ગંભીર અને સામાન્ય ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડ્યા હતા માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે જોકે મૃતકોની ઓળખ થઇ સકી નથી હાલ માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે