R R Gujarat

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીકથી ગેરકાયદે પશુની હેરાફેરી કરનાર બેની ધરપકડ

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીકથી ગેરકાયદે પશુની હેરાફેરી કરનાર બેની ધરપકડ

 

પીપળીયા ચાર રસ્તા નજીકથી દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધી ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના પશુની ગેરકાયદે હેરાફેરી કરનાર બે ઇસમોને ગૌરક્ષકોની ટીમે જડપી લઈને પોલીસને સોંપતા પોલિસે ગુનો નોંધી તપાસ ચલાવી છે

મોરબીના બોરિચવાસમાં રહેતા કમલેશભાઇ ભગવનજીભાઈ બોરિચાએ આરોપી ઈસાક મામદઅલી જત અને અલ્તાફ નિજામ જત રહે બંને નાના સરાડા તા. ભુજ કચ્છ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે પીપળીયા ચાર રસ્તા પાસેથી બંને આરોપીઓ પોતાની બોલેરો પિકઅપ જીજે 12 સિટી 6934 વાળીમાં ભેંસ પાડા નંગ 10 કિમત રૂ 50 હજાર વાળાને દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વિના હેરાફેરી કરતાં મળી આવ્યા હતા પોલીસે પશુ અને બોલેરો સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે