R R Gujarat

મોરબીના લીલાપર ગામના જાપા પાસેથી દારૂની 132 બોટલ સાથે બેની ધરપકડ

મોરબીના લીલાપર ગામના જાપા પાસેથી દારૂની 132 બોટલ સાથે બેની ધરપકડ

 

લીલાપર ગામના જાપા પાસેથી ઇંગ્લિશ દારૂની 132 બોટલના જથ્થા સાથે બે આરોપીને દબોચી લઈને તાલુકા પોલીસ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના લીલાપર ગામના જાપા પાસે દારૂની રેડ કરવામાં આવી હતી મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે રેડ કરતાં આરોપી ભરત તુલસી રાઠોડ અને અમિત જગદીશ પરમાર રહે બંને લીલાપર ગામ વાળને જડપી લીધા હતા આરોપીઓના કબ્જામાંથી દારૂની 132 બોટલ કિમત રૂ 11,616 નો મુદામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે