આંદરણા ગામ નજીક હોટેલના ગ્રાઉન્ડમાં ટ્રક રાખી ચા પીવા ડ્રાઈવર જતો હતો અને ટ્રક ચાલવા લાગતા રોકવા ટ્રક પર ચડવા જતા કેબીન અને અન્ય પાર્કિંગ કરેલ ટ્રક વચ્ચે દબાઈ જતા ડ્રાઈવરનું મોત થયું હતું
રાજસ્થાનના રહેવાસી રામઅવતાર છેતરમલ ગુર્જર (ઉ.વ.૪૫) વાળાએ પોતાના સાળા ટ્રક ચાલક પ્રહલાદ છેતરમલ ગુર્જર રહે રાજસ્થાન વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક ટ્રેઇલર આરજે ૫૨ જીબી ૨૭૫૧ ના ચાલક પ્રહલાદ આંદરણા ગામની સીમમાં ભૈરવનાથ હોટેલના ગ્રાઉન્ડમાં ટ્રેઇલર ચાલુ કરીને બેફિકરાઈથી હેન્ડ બ્રેક માર્યા વગર ટ્રક ચાલુ મુકીને ચા પીવા જતો રહ્યો અને અચાનક ટ્રક ચાલવા લાગતા ટ્રકને રોકવા ટ્રક પર ચડવા જતા પોતાના ટ્રકની કેબીનના દરવાજા અને બાજુમાં પાર્ક કરેલ ટ્રક આરજે ૪૭ જીએ ૫૭૬૭ વચ્ચે છાતીના ભાગે દબાઈ જતા અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે


