R R Gujarat

માળિયા અમદાવાદ હાઈવે પર ટ્રકે પાછળથી ઠોકર મારતા રીક્ષામાં બેસેલ મુસાફરને ઈજા

માળિયા અમદાવાદ હાઈવે પર ટ્રકે પાછળથી ઠોકર મારતા રીક્ષામાં બેસેલ મુસાફરને ઈજા


માળિયા અમદાવાદ હાઈવે પર યુવાન રીક્ષામાં બેસી જતો હતો ત્યારે ટ્રક ચાલકે પાછળથી રિક્ષાને ઠોકર મારતા રીક્ષામાંથી ફંગોળાઈ યુવાન રોડ પર પડી જતા ટ્રકનું વ્હીલ ફરી વળતા ઈજા પહોંચી હતી માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


માળિયાના નવા હજીયાસર ગામના રહેવાસી નિજામ જુસબ મોવર (ઉ.વ.૨૯) નામના યુવાને ટ્રક જીજે ૩૨ વી ૯૯૯૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી માળિયા અમદાવાદ હાઈવે પર ફરિયાદી નિજામ મોવર જે રીક્ષામાં બેઠો હતો તે રીક્ષા જીજે ૨૭ યુ ૪૮૭૫ ને પાછળથી ઠોકર મારી હતી જેથી નિજામ રીક્ષામાંથી ફંગોળાઈ રોડ પર પડી જતા ટ્રકનું વ્હીલ બંને પગ પર ફરી વળતા ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ટ્રક ચાલક વિરુધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે