ઈમર્જીંગ પ્રેક્ટીસનર ઓફ ધ યર સહિતના એવોર્ડ જીતી ચુક્યા છે : ડોક્ટર અનેક વિધ સેવાકીય પ્રવૃતિઓ માટે પંથકમાં છે જાણીતા
આજે ડોક્ટર્સ ડે છે ડોક્ટરને ઈશ્વરનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે ગંભીર બીમારીની પીડામાંથી મુક્તિ અપાવી ડોક્ટર દર્દીઓને નવજીવન આપતા હોય છે કોરોના મહામારીમાં સૌ કોઈએ જોયું હતું કે ડોક્ટર પોતાના જીવની કે પરિવારની ચિંતા કર્યા વગર દર્દીની સેવામાં દિવસ રાત જોડાયેલા રહ્યા હતા ત્યારે આજે ડોક્ટર્સ ડેના ખાસ દિવસે જાણીએ મોરબીના ડો. મિલન ઉધરેજા વિશે જેઓ મેડીકલ પ્રેક્ટીસ સાથે અનેકવિધ સેવાકીય કાર્યો માટે જાણીતા બન્યા છે
ડો. મિલન ઉધરેજા સમગ્ર ગુજરાતમાં ઈમર્જીંગ પ્રેક્ટીસનર ઓફ ધ યરનો એવોર્ડ જીતી ચુક્યા છે જે એવોર્ડ ઇન્ડિયન સોસાયટી ઓફ ડેન્ટિસ્ટ્રી તરફથી સમગ્ર ગુજરાતના ડેન્ટિસ્ટમાંથી પસંદગી કરવામાં આવતી હોય છે “કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી”ના વાઇસ ચાન્સલર ડૉ. જી. બી. કપૂર અને “ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા”ના ગુજરાત પ્રમુખ ડૉ. વિરલ પટેલ ના હસ્તે ડૉ. મિલન ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ. ગત વર્ષે જ ભારત સરકારનાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીબેનના હસ્તે ડૉ. મિલનને સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ ડેન્ટલ પ્રેક્ટિસનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો
મોરબી જિલ્લાના સૌપ્રથમ M. D. S. ડૉ. મિલન ઉઘરેજા છેલ્લા 11 વર્ષથી દર્દીઓની ઉત્કૃષ્ટ સારવાર કરી રહ્યા છે. ડૉ. મિલન Indian Army, B.S.F. વિગેરેના જવાનોને નિઃશુલ્ક સારવાર આપે છે. આ ઉપરાંત અનેક સેવાકીય કેમ્પસ, વિધવા માતાની દીકરીઓના સમૂહ લગ્ન, બ્લડ ડોનેશન કેમ્પ પણ આયોજન કરે છે. ડો. મિલન ઉધરેજાના એડવાન્સડ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિકમાં દર્દીઓને આધુનિક સાધનોની મદદથી સચોટ સારવાર આપવામાં આવી રહી છે
આમ ડોક્ટર તરીકે પોતાનું બેસ્ટ તેઓ મોરબીને આપી રહ્યા છે જે ઉમદા કામગીરી ને બિરદાવતા તેમને સમગ્ર ગુજરાતમા ઈમર્જીંગ પ્રેક્ટીસનર ઓફ ધ યરનો એવોર્ડ જીતી મોરબી મેડીકલ ક્ષેત્ર અને મોરબી જીલ્લાનું ગૌરવ વધારી ચુક્યા છે તો મેડીકલ પ્રેક્ટીસ સાથે તેઓ અનેકવિધ સેવાકીય કાર્યો કરી રહ્યા છે આર્મીના જવાનોને નિશુલ્ક સારવાર આપી તેઓ દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે તો વિધવા માતાની દીકરીના સમૂહ લગ્ન અને બ્લડ ડોનેશન કેમ્પ જેવા કાર્યો થકી સામાજિક જવાબદારીનું સુંદર વહન કરી રહ્યા છે અને આજે ડોક્ટર્સ ડે નિમિતે આવા સેવાભાવી ડોક્ટરને સૌ કોઈ સલામ કરી રહ્યા છે