ચરાડવા ગામે રહેતો એક ઇસમ ગાયનું વાછરડું મરી ગયું હોવાથી બાઈક પાછળ દોરડાથી બાંધી મહિલા સરપંચના ઘર સામે શેરીમાં નાખી મહિલા અને તેના પરિવારના સભ્યોને ગાળો બોલી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
હળવદ તાલુકાના ચરાડવા ગામના સરપંચ લક્ષ્મીબેન રતિલાલ પરમારે (ઉ.વ.૬૫) ચરાડવા ગામે રહેતો આરોપી અનીલ હસું ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી શ્રી ચરાડવા ગ્રામ પંચાયતના સરપંચ હોવાથી આરોપી અનીલ ચૌહાણે પોતાના ઘર પાછળ આવેલ ખુલ્લા પ્લોટમાં ગાયનું વાછરડું મરી ગયું હોવાથી બાઈક પાછળ દોરડાથી બાંધી ફરિયાદી સરપંચના ઘર સામે શેરીમાં નાખ્યું હતું અને સરપંચ તેમજ પરીવારના સભ્યો સાથે બોલાચાલી અને ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
