મોરબીમાં બાઇક ચોરી કરનાર ઇસમને દબોચી લઈને એ ડિવિજન પોલીસ ટીમે આરોપી પાસેથી ત્રણ ચોરાઉ બાઇક કબજે લીધા છે અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનૂ નામ ખૂલતાં વધુ તપાસ ચલાવી છે
મોરબી શહેરમાં વાહન ચોરીના બનાવો વધતાં મિલકત સંબંધી ગુના અટકાવવા અને શોધી કાઢવા એ ડિવિજન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીસીટીવી કેમેરા અને હુમન સોર્સીસની મદદથી આરોપી ઈરફાન યાસીન કટિયા રહે જોન્સનગર મૂળ નવાગામ માળીયા વાળાને જડપી લીધો હતો જે આરોપી પાસેથી ચોરી થયેલ ત્રણ બાઇક કિમત રૂ 95 હજારનો મુદામાલ રિકવર કર્યો છે સિટી એ ડિવિજન પોલીસ મથક હદ વિસ્તારના બે અને બી ડિવિજન પોલીસ મથક વિસ્તારનો એક એમ ત્રણ બાઇક ચોરીના ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે તો કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાલ કિશોરનૂ નામ ખૂલ્યું છે