R R Gujarat

માળીયાના મોટા દહીંસરા નજીક કારમાં જતાં યુવાન પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ, યુવાનને ગંભીર ઇજા

માળીયાના મોટા દહીંસરા નજીક કારમાં જતાં યુવાન પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ, યુવાનને ગંભીર ઇજા

 

મોટા દહીંસરા ગામ નજીક નવલખી રોડ પર યુવાન કાર લઈને જતો હતો ત્યારે આરોપી અજાણ્યા ઇસમે આવી ગાડીનો કાચ ખોલાવી ગાળો આપી હતી જેથી ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને તમંચા જેવા હથિયારથી યુવાન પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં માથા અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી

મોરબીના પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહેતા તરુણભાઈ ઉર્ફે ગોપાલભાઈ હંસરજભાઈ ગામીએ એક અજાણ્યા ઈસમ વિરુદ્ધહ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી તરુણભાઈ ગત તા 20 ના રોજ રાત્રિના સવા નવેક વાગ્યે મોટા દહીંસરાથી નવલખી રોડ પર જીઇબી પાવર હાઉસ સામે હતા ત્યારે આરોપી એક અજાણ્યા ઇસમે આવી યુવાનની કારનો કાચ ખોલાવી ગાળો આપવા લાગ્યો હતો જેથી ગાળો બોલવાની ના પાડી હતી

જેથી ઉશ્કેરાઈ જઈને આરોપીએ મારી નાખવાના ઇરાદે તમંચા જેવા હથિયારથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચાડી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને રાજકોટ સારવાર અર્થે ખસેડાયો છે માળીયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે