R R Gujarat

મોરબીના વજેપરમાં ભાડાના મકાનમાંથી ૩૦૦ લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત

મોરબીના વજેપરમાં ભાડાના મકાનમાંથી ૩૦૦ લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત


વજેપરમાં ભાડાના મકાનમાં રહેતી મહિલાના ઘરે દરોડો કરી પોલીસે ૬૦ હજારની કિમતનો ૩૦૦ લીટર દેશી દારૂનો જથ્થો કબજે લીધો છે મહિલા આરોપી સહીત બે વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે


મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વજેપર શેરી નં ૨૪ માં ભાડાના મકાનમાં રહેતી આરોપી મનીષાબેન સુરેશભાઈ થરેસાના રહેણાંક મકાનમાં રેડ કરી હતી જ્યાં આરોપીના ભાડાના મકાનમાંથી દેશી દારૂ ૩૦૦ લીટર કીમત રૂ ૬૦,૦૦૦ નો જથ્થો જપ્ત કર્યો હતો દારૂનો જથ્થો આરોપી એઝાજ આમદ ચાનિયા રહે કાલિકા પ્લોટ મોરબી વાળા પાસેથી વેચાણ અર્થે રાખ્યાનું ખુલતા બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે