બગસરા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૯૦૦ જપ્ત કરી છે
માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બગસરા ગામે મેલડીમાના મંદિર પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા વિપુલ મનજીભાઈ પીપળીયા, જયેશ ઉર્ફે છગન હીરાભાઈ પીપળીયા અને પ્રેમજીભાઈ ઉર્ફે ગડો બાબુભાઈ પીપળીયા રહે ત્રણેય બગસરા વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૯૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
