વાંકાનેરના મિલ પ્લોટમાં આવેલ મકાનમાં રેડ કરી પોલિસે ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સાથે ત્રણ ઇસમોને ડપી લઈને 13,700 નો મુદામાલ કબજે લીધો છે
વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મિલ પ્લોટ મચ્છુમાંના મંદિર પાસે રહેતો આરોપી સાવન ધીરૂભાઈ જાલાના મકાનમાં બાતમીને આધારે દરોડો કર્યો હતો આરોપીના મકાનમાંથી દારૂની 8 બોટલ કિમત રૂ 10,400 અને બીયર ટીન 15 કિમત રૂ 3300 મળીને કુલ રૂ 13,700 નો મુદામાલ જપ્ત કર્યો હતો તેમજ આરોપી સાવન જાલા, સૂરજ શામજી સોલંકી અને તુલશી પરષોતમ સોલંકી એમ ત્રણને જડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે