હળવદના આસ્થા રોડ પર ૫૧ વર્ષીય આધેડ ખેતરમાં કામ કરતા હતા ત્યારે ત્રણ ઇસમોએ આવીને જમીન તમારી નથી અહીંથી નીકળી જાવ કહીને બોલાચાલી ઝઘડો કરી આધેડને ગાળો અપાઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
હળવદના મોરબી દરવાજા કૃષ્ણનગરના રહેવાસી મનસુખભાઈ ગંગારામભાઈ સોનગ્રા (ઉ.વ.૫૧) આરોપીઓ મહેશ શામજીભાઈ સોનગ્રા, જયદીપ રતિલાલ સોનગ્રા અને મેહુલ ઈશ્વરભાઈ સોનગ્રા રહે ત્રણેય હળવદ મોરબી દરવાજા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને તેના પત્ની આસ્થા રોડ પર પોતાની સર્વે નંબર ૧૪૨૬ પૈકી ૦૧ વાળા ખેતરે કામ કરતા હતા ત્યારે આરોપી મહેશ અને જયદીપ આવી ખેતરમાં અપપ્રવેશ કરી જે જમીનમાં કામ કરો છો તે તમારી જમીન નથી અહીંથી નીકળી જાવ અમોએ એન.એ. કરાવેલ છે કહીને ફરિયાદી સાથે ઉગ્ર બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી હતી તેમજ આરોપી મેહુલે ફરિયાદી અને તેના પત્ની સાથે ઝઘડો કરી બંને ઘર તરફ નીકળેલ ત્યારે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપી મહેશ સોનગ્રાની અટક કરેલ છે
