વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા બાબતે ત્રણ ઇસમોએ યુવાનને ગાળો આપી ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
ભાણવડ તાલુકાના કાટકોલા ગામે રહેતા કેતનભાઈ દેવશીભાઈ સરસીયા (ઉ.વ.૧૯) વાળાએ આરોપીઓ સંદીપસિંહ લીબોલા, ચિરાગસિંહ રાજપૂત અને વિપુલ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે હળવદની મોરબી ચોકડી પાસે લેક વ્યુ હોટેલ પાછળ ફરિયાદીના રૂમ ખાતે આરોપીઓ સંદીપસિંહ, ચિરાગસિંહ અને વિપુલ ઠાકોરે તમે સત્યમેવ જયતે નામના વોટ્સએપ ગ્રુપમાં કેમ જોડાયેલ છો ? કહીને બોલાચાલી કરી હતી બાદમાં ગાળો બોલી ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
