R R Gujarat

ટંકારાના વીરપર ગામે ટ્રેક્ટર શો-રૂમના સ્ટાફને ધમકાવી, શો રૂમ સંચાલક પિતા-પુત્રને મારી નાખવાની ધમકી

ટંકારાના વીરપર ગામે ટ્રેક્ટર શો-રૂમના સ્ટાફને ધમકાવી, શો રૂમ સંચાલક પિતા-પુત્રને મારી નાખવાની ધમકી


વીરપર ગામ નજીક આવેલ ટ્રેક્ટર શો રૂમમાં બે ઇસમોએ ઘુસી વ્યાજના રૂપિયાની ઉઘરાણી મામલે સ્ટાફને ધમકાવી શો રૂમ સંચાલક પિતા અને પુત્રને મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક ટ્રેક્ટરની ચાવીઓ

લઈને ટ્રેક્ટર પર બેસી બોલાચાલી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે
મોરબી પંચવટી સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ મહાદેવભાઈ અંબાણીએ આરોપી દિનેશ ગગુભાઈ મકવાણા રહે મોરબી અને અજાણ્યો માણસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પુત્ર જયભાઈએ મોરબી ખાતે આરોપી દિનેશભાઈ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હોય જે રૂપિયા બાબતે આરોપી દિનેશ અન્ય અજાણ્યા ઇસમ સાથે કાર જીજે ૩૬ એપી ૭૭૧૧ લઈને ટંકારા તાલુકાના વીરપર નજીક આવેલ મારૂતિ મહિન્દ્રા કંપની ટ્રેક્ટર શો રૂમમાં આવ્યા હતા ફરિયાદીના શો રૂમમાં ગેરકાયદે પ્રવેશ કરી સ્ટાફના માણસોને ધમકી આપી ગાળો આપી હતી તેમજ ફરિયાદી પ્રવીણભાઈ અને પુત્ર જયને મારી નાખવાની ધમકી આપી ડરાવી ધમકાવી બળજબરીપૂર્વક તેના લેણા નીકળતા રૂપિયા કઢાવવા સ્ટાફ પાસેથી ટ્રેક્ટરની ચાવીઓ બળજબરીથી લઈને ટ્રેક્ટર પર બેસી બોલાચાલી ઝઘડો કર્યો હતો ટંકારા પોલીસે બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે