મંગળપુર ગામના પાટિયા પાસે ખેતરે જવાના રસ્તે નહિ ચાલવા બાબતે એક ઇસમેં પિતા અને પુત્રને માર મારી પથ્થર વડે ઈજા કરી હતી અને પિતા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
હળવદના પ્રમુખસ્વામીનગરમાં રહેતા અંબાવીભાઈ ગોકળભાઈ વાછાણી (ઉ.વ.૭૨) નામના વૃદ્ધે આરોપી રમેશ ઉર્ફે કમલેશ ઉર્ફે કમો ખીમાભાઈ કોળી રહે મંગળપુર તા હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ ફરિયાદીના દીકરા મિતેશને ખેતરે જવાના રસ્તે નહિ ચાલવાનું કહીને ફરિયાદી અંબાવીભાઈ અને તેના દીકરાને ગાળો આપી હતી અને ફરિયાદીના દીકરાને ઝાપટ મારી ઈજા કરી અને ફરિયાદીને માથાના ભાગે પથ્થર મારી ઈજા કરી હતી અને પિતા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
