R R Gujarat

માળિયાના તરઘરી ગામે ન્યાય સમિતિના અધ્યક્ષમાંથી સસ્પેન્ડ કરાવી નાખીશું કહીને ધમકી

માળિયાના તરઘરી ગામે ન્યાય સમિતિના અધ્યક્ષમાંથી સસ્પેન્ડ કરાવી નાખીશું કહીને ધમકી


માળિયાના તરઘરી ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના મહિલા અધ્યક્ષને ચાર ઇસમોએ અધ્યક્ષમાંથી સસ્પેન્ડ કરાવી નાખવાની ધમકી આપી ડરાવી ધાક ધમકી આપી ઘર ખાલી કરાવી નાખશું, ગામમાં રહેવા નહિ દઈ કહીને ધમકી આપી હતી
મોરબી ૨ શિવમ હોસ્પિટલ પાછળ ભક્તિનગર સોસાયટીમાં રહેતા રશ્મીકાબેન બીપીનભાઈ પરમારે આરોપી ભાવેશ ખીમજીભાઈ સુવારીયા, પ્રકાશ પ્રેમજીભાઈ ફૂલતરીયા, બળવંત ભીખાભાઈ કુકરવાડિયા અને ઘેલાભાઈ કચરાભાઈ સુવારીયા રહે બધા તરઘરી તા. માળિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી રશ્મિકાબેન તરઘરી ગ્રામ પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ હોય અને તરઘરી ગ્રામ પંચાયતમાં અનુસુચિત જાતિના પ્રશ્નો જેમાં અનુસુચિત જાતિના સ્મશાનની જમીન બાબતે રજૂઆત કરવા આવેલ આરોપીઓએ ગ્રામ પંચાયત કચેરીમાં આવીને ફરિયાદી રશ્મીકાબેનને ન્યાય સમિતિ અધ્યક્ષમાંથી સસ્પેન્ડ કરાવી નાખીશું તેમ ઊંચા અવાજે બોલી ડરાવી ધમકાવી ઘર ખાલી કરાવી નાખશું, ગામમાં રહેવા નહિ દઈએ કહીને ધમકી આપી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે