R R Gujarat

મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરી કોર્પોરેટ ઓફિસ જેવી ? : અરજદારો માટે પીવાના પાણી અને બેસવાની પણ વ્યવસ્થા નથી

મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરી કોર્પોરેટ ઓફિસ જેવી ? : અરજદારો માટે પીવાના પાણી અને બેસવાની પણ વ્યવસ્થા નથી

નિખિલ મહેતાની ઓફિસમાં AC ક્યાંથી આવ્યું ? : ACના બિલ કોણ ભરશે : સરકારના પરિપત્ર માત્ર કચરો ?

મોરબી ગુજરત સરકારના પરિપત્રનો માત્ર મોરબીના અધિકારીઓ માટે કચરો જ હોય તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે જયારે સરકાર જ હુકમ કરતી હોય અને તેના જ આદેશનું ઉલ્લંઘન મોરબીના મનમોજી અધિકારીઓ મનફાવે તેમ વર્તન કરી રહ્યા છે ત્યારે મોરબીમાં ફરજ બજાવતા મોટાભાગના અધિકારીઓને સરકારના પરિપત્રો આદેશો હુકમોને ઘોળીને પીજાય છે ત્યારે સામાન્ય નાગરિકોને તો આ લોકો શું ગણકારવાના વર્ગ એક અથવા તેની ઉપરના સુપર સ્કેલ અધિકારીઓ જ તેઓની ચેમ્બરમાં એસી લગાવી શકે છે પરંતુ મોરબી ગ્રામ્યમાં તો વર્ગ-૪ થી માંડીને વર્ગ-૨ સુધીના તમામ કર્મચારીઓ એસી માં બેસે છે કચેરીના દરેક રૂમમાં એસી પડદા મોંઘી ખુરશીઓ તથા મામલતદારની ચેમ્બરમાં મોંઘા ભાવનું ફર્નિચર પણ છે તે કોર્પોરેટ કંપનીને પણ ઝાંખો પાડી દે તેવું છે આ તમામ રાજ રચી લો કરવા માટે સરકાર માંથી કોઈ ગ્રાન્ટ આવેલ છે તથા આ બધી મહેરબાની કોની દયાથી કરવામાં આવે છે તે પણ તપાસનો વિષય છે તથા મોરબી ગ્રામ્ય માં આવતા અરજદારો માટે સારા ટોયલેટ કે પીવાના પાણી કે સરખી રીતે બેસી શકે તેની એક પણ વ્યવસ્થા નથી આ જ મોરબીના લોકોની બલીહારી છે

આજકાલ સમાચારના અહેવાલમાં જણાવામાં આવ્યું હતું કે સરકારના પરિપત્ર મુજબ 4 વર્ષથી વધુ એક જ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી શા માટે કરવામાં નથી આવતી જેને પગલે મોરબી જીલ્લા કલેકટર દ્વારા નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે

પી.આર.ગંભીર

શિરસ્તેદાર, સર્કલ ઓફીસર, મામલતદાર કચેરી, માળીયા(મી)

બી.એમ.સોલંકી

શિરસ્તેદાર પ્રાંત કચેરી મોરબી

એન.આર.જોષી

નાયબ મામલતદાર ઈ ધરા મામલતદાર કચેરી ટંકારા

એ.એમ.પાવરા

નાયબ મામલતદાર(મહેસુલ-૧) કલેકટર કચેરી, મોરબી

જે.સી. પટેલ

સર્કલ ઓફીસર, મામલતદાર કચેરી, મોરબી શહેર

બેઠક વ્યવસ્થા ન હોવાને કારણે નીચે બેસતા લાચાર અરજદારો
અનહદ ગંદકી અને માથું ફાડી નાખે એવી દુર્ગંધ

આ તાલુકા સેવા સદન છે કે ચીડિયા ઘર ?