માળીયા તાલુકાના માણાબા ગામ નજીકથી આજથી બે વર્ષ પહેલા ચોરી થયેલ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક ઇસમને ચોરી કરેલ બે બાઇક સાથે જડપી લઈને 40 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી એલસીબી ટીમ મિલકત સંબંધી ગુના બનતા અટકાવવા અને એનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા કાર્યરત હતી દરમીયાન માળીયાના ખીરઇ ગામના પાટિયા પાસે હાઇવે પરથી એક નંબર પ્લેટ વગરનું બાઇક નીકળતા ઇસમને રોકી બાઇકના કાગળો માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું જે મોટરસાયકલ ઇસમે બે વર્ષ પૂર્વે માણાબા ગામ નજીકથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી તેમજ અન્ય એક બાઇક બે વર્ષ પૂર્વે મોરબીના ખોખરા હનુમાન મંદિર પાસેથી ચોરી કર્યું હતું જેથી એલસીબી ટીમે આરોપી રફીક નૂરમામદ ઉર્ફે નામોરી સામતાણી રહે ખીરઇ તા. માળીયાને જડપી લઈને બે બાઇક કિમત રૂ 40,000 નો મુદામાલ રિકવર કરી વધુ તપાસ ચલાવી છે \